₹10,000 થી ઓછી કિંમતે મળતી ઇલેક્ટ્રિક સાઇકલ: જાણો કઈ છે બેસ્ટ!

Electric bikes under ₹10,000: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા, ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર બાદ હવે ઇલેક્ટ્રિક સાઇકલ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. ઑફ-રોડ હોય કે ઑન-રોડ, ઇલેક્ટ્રિક સાઇકલ આરામદાયક સવારીની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે ઇલેક્ટ્રિક સાયકલને કોઈપણ અડચણ વિના ઑફ-રોડ અને ઑન-રોડ એમ બંને જગ્યાએ આરામથી ચલાવી શકો છો. સાયકલ ચલાવવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ઓછી કિંમતમાં બે સુપર ઇલેક્ટ્રિક સાઇકલ | Electric bikes under ₹10,000

જો તમે પણ ઇલેક્ટ્રિક સાઇકલ ખરીદવા ઇચ્છુક હોવ અને ₹10,000 થી ઓછા બજેટમાં સારી ઇલેક્ટ્રિક સાઇકલ શોધી રહ્યા હોવ તો હાઇબ્રિડ 26T કાર્બન સ્ટીલ બાઇક અને Voltebyk Maxx MTB બાઇક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

હાઇબ્રિડ 26T કાર્બન સ્ટીલ બાઇક

હાઇબ્રિડ 26T કાર્બન સ્ટીલ બાઇક કાળા અને સફેદ રંગમાં ઉપલબ્ધ છે. આ બાઇકમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે અને તેની ફ્રેમ મજબૂત સ્ટીલની બનેલી છે. તેની 36V, 7.5AH બેટરી એકવાર ચાર્જ કરવા પર 35 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. 250W BLDC હબ મોટર સાથે, આ સાયકલ સામાન્ય અને બેટરી મોડ બંનેમાં ચાલી શકે છે. આ ઉપરાંત, તેમાં થ્રોટલ, પેડલ આસિસ્ટન્ટ અને પેડલ ટર્ન જેવી સુવિધાઓ પણ છે. આ સાયકલની કિંમત ₹7,990 છે.

Voltebyk Maxx MTB બાઇક

Voltebyk Maxx MTB બાઇક રોમાંચક અને આરામદાયક સવારીનો અનુભવ આપે છે. તેની મજબૂત અને ટકાઉ ફ્રેમ, બંને ટાયરમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ અને 21 ગિયર્સની સિસ્ટમ તેને ખાસ બનાવે છે. તમે તમારા રસ્તા અને સવારીની જરૂરિયાત મુજબ ગિયર્સ પસંદ કરી શકો છો. આ સાયકલની કિંમત ₹6,990 છે.

Read More:

Leave a Comment

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details