Vanbandhu Kalyan Yojana: વનબંધુ કલ્યાણ યોજના નવું પોર્ટલ, વાવેતર માટે 32000ની સહાય

Vanbandhu Kalyan Yojana: ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ આદિવાસી સમુદાયના કલ્યાણ અર્થે સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં વધુ એક પગલું ભરતા, વિભાગે વનબંધુ કલ્યાણ યોજના માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ સરળતાથી યોજનાનો લાભ મેળવી શકશે.

ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના 2023-24 | Vanbandhu Kalyan Yojana

યોજનામાં ખેતી અને પશુપાલનને લગતા વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે મંડપ યોજના, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, બકરા ઉછેર યોજના, કૃષિ યાંત્રિકરણ (રોટાવેટર, થ્રેસર, મિનિ ટ્રેક્ટર) અને ટીશ્યુ કલ્ચર યોજના. આ ઉપરાંત, યોજના હેઠળ વિવિધ કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

યોજનાનો લાભ લેવા માટે અરજદારે રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, વિધવા/પીવીટીજી/એફઆરએ/બીપીએલ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), પાસબુક/કેન્સલ ચેકની નકલ અને મોબાઈલ નંબર જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.

Read More: હવે ઘરથી જ ફ્લિપકાર્ટમાં નોકરી કરો, મહિને 30,000+ ની કમાણી કરો 

ઓનલાઈન અરજીની પ્રક્રિયા

અરજદારો ડીએસએજી સહાયની અધિકૃત વેબસાઈટ (https://dsagsahay.gujarat.gov.in/) પર નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે.

મદદ માટે સંપર્ક

ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા અરજદારો નજીકના વીસીઈ ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર અથવા સાબર કાફેની મદદ લઈ શકે છે.

આજે જ અરજી કરો અને વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ લો!

Read More: રાશન કાર્ડના નવા નિયમો: હવેથી મળશે નહીં મફત રાશન?

Leave a Comment

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details