Talent Pool Voucher Scheme: ગુજરાત સરકારના એક નિર્ણયથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્યના આદિવાસી વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન ‘ટેલેન્ટ પૂલ વાઉચર’ યોજના અચાનક બંધ થવાથી ઘણા વિદ્યાર્થીઓના સપના ધૂળધાણી થઈ ગયા છે. આ યોજના હેઠળ તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લાખો રૂપિયાની સહાય મળતી હતી, જેને હવે મોટો આર્થિક ફટકો પડ્યો છે. સરકારના આ નિર્ણયથી શિક્ષણ જગત અને આદિવાસી સમાજમાં ચર્ચા જગાવી છે.
શિક્ષણના સપના પર પાણી: 60 થી 80 હજારનું નુકસાન
આદિવાસી વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષણના હેતુથી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 2008-09માં શરૂ કરાયેલી ‘ટેલેન્ટ પુલ વાઉચર’ યોજના હવે ગુજરાત સરકારે બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ, ધોરણ 5માં 60% કે તેથી વધુ ગુણ મેળવનારા આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તમ આવાસીય શાળાઓમાં પ્રવેશ મેળવવા રૂ. 60,000 થી 80,000 સુધીનું વાઉચર આપવામાં આવતું હતું. સરકારના જણાવ્યા મુજબ ઘણા વિદ્યાર્થીઓ યોજના છોડીને અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવી લેતા હોવાથી યોજનામાં ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જેના કારણે આ નિર્ણય લેવાયો છે.
અગાઉના લાભાર્થીઓને રાહત
Talent Pool Voucher Scheme બંધ થવાથી 2008-09 થી 2023-24 દરમિયાન આ યોજનાનો લાભ લેનારા વિદ્યાર્થીઓને અસર નહીં થાય. તેમને યોજનાના નિયત માપદંડ મુજબ જે લાભ મળવાપાત્ર હતા તે મળશે.
આ પણ વાંચો: સરકાર દ્વારા મફત ડીશ ટીવી યોજના, 800 ચેનલો મફત મેળવો!
આદિવાસી શિક્ષણની ચિંતા
આ યોજના બંધ થવાથી આદિવાસી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની તકમાં ઘટાડો થશે અને રૂ. 60,000 થી 80,000 સુધીની આર્થિક સહાય મેળવવાનો અવસર ગુમાવશે. જોકે, સરકાર દ્વારા ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ’ અને ‘જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ’ જેવી સમાન યોજનાઓ ચાલુ રાખવામાં આવી છે.
સરકારની જવાબદારી
સરકારે આ યોજનાઓને વધુ મજબૂત બનાવવી જોઈએ અને આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ.
આ પણ વાંચો:
- આર્થિક મુશ્કેલીઓનો અભ્યાસમાં અવરોધ નહીં, જાણો વિદ્યાધાન શિષ્યવૃતિ વિશે!
- ગરીબી રેખા નીચેના પરિવારો માટે ખુશખબર! રાશન કાર્ડ 2024 ની નવી યાદી જાહેર.
- SBI Amrit Kalash Scheme: ગુજરાતી ગ્રાહકો માટે ખુશખબરી! 30 સપ્ટેમ્બર સુધી મળશે 7.10% વ્યાજ
- ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલો અને આર્થિક સહાય મેળવો CSSS શિષ્યવૃતિ દ્વારા!
- EPFO ના નવા નિયમોથી EPF ખાતાધારકોને મળશે મોટી રાહત!