અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવ

અંબાલાલ પટેલની આગાહી (Ambalal Patel Prediction): ચોમાસાની જમાવટ થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેએ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી | Ambalal Patel Prediction

અંબાલાલ પટેલના મતે, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. 6 અને 8 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 8થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

Read More: ગેસ કનેક્શનની લાઈનમાં હવે નહીં લાગવું પડે, ઘરે બેઠા મેળવો નવું કનેક્શન 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. 5 જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. 6થી 8 જુલાઈ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે.

સાવચેતીના પગલાં

આ સમયગાળા દરમિયાન લોકોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું, નદી-નાળાઓથી દૂર રહેવું, બિનજરૂરી મુસાફરી ટાળવી અને આપાતકાલીન પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. વધુ માહિતી માટે હવામાન વિભાગની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન તપાસો અને સ્થાનિક સમાચાર અને સોશિયલ મીડિયા પર નજર રાખો.

Read More: કિસાન રેલ યોજના 2024: ખેડૂતો આ યોજના હેઠળ ટિકિટ બૂક કરો અને 50% સબસિડી મેળવો

Leave a Comment

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details