best places to visit in rainy season in gujarat: ચોમાસાની મોસમમાં ગુજરાત એક નવી જ રોનક પહેરી લે છે. લીલોતરીથી છવાયેલાં ખેતરો, ખળખળ વહેતા ધોધ અને ઝરણાં, અને વાદળોથી ઢંકાયેલ આકાશ આપણને પ્રકૃતિની ગોદમાં ખેંચી જાય છે. આ સમયે ગુજરાતના અનેક સ્થળો એવા છે જે પ્રવાસીઓને પોતાની અપાર સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. સિંહોના રાજ ગીરના જંગલથી માંડીને ડાંગના ડુંગરાળ પ્રદેશો, અને ઐતિહાસિક સ્થળોથી લઈને આધુનિક અજાયબીઓ સુધી, ગુજરાતમાં ચોમાસામાં ફરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આ લેખમાં આપણે એવા જ કેટલાક સ્થળોની સફર ખેડીશું, જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે.
ગીરનું જંગલ:
ગુજરાતમાં ચોમાસાની મોસમ એટલે પ્રકૃતિના રંગોથી સોળે કળાએ ખીલેલું ગુજરાત. આ સમયે ફરવા લાયક અનેક સ્થળો છે, જેની સુંદરતા ચોમાસામાં બેવડાઈ જાય છે. સૌ પ્રથમ, વરસાદ અને ઠંડીથી છલકાતું ગીરનું જંગલ, જ્યાં સિંહ દર્શનની સાથે ગીરનાં અભ્યારણનો અનોખો લ્હાવો મળે છે.
સાપુતારા:
ડાંગનું સાપુતારા હવા ખાવા માટેનું ઉત્તમ સ્થળ છે. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય અદભૂત હોય છે. સાથે જ, “ગુજરાતના નાયગ્રા” તરીકે ઓળખાતો ગીરા ધોધ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
ઝરવાણી ધોધ:
નર્મદા નદીને કિનારે આવેલો ઝરવાણી ધોધ પણ ચોમાસામાં મનમોહક લાગે છે. સાતપુડાની પર્વતમાળાની વચ્ચે આવેલું આ સ્થળ લીલોતરીથી છલકાતું હોય છે.
Read More: Mafat Chhatri Yojana 2024: મફત છત્રી યોજના, દરેકને આધાર કાર્ડ દીઠ મળશે એક-એક છત્રી ફ્રી!
સ્ટેચ્યુ ઓફ યુનિટી:
નર્મદા જિલ્લાનું કેવડિયા ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે પ્રખ્યાત છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા ઉપરાંત અહીંથી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્ય પર્વતોનું અદભુત દૃશ્ય પણ માણી શકાય છે.
તારંગા હિલ:
મહેસાણા જિલ્લાનું તારંગા હિલ ધાર્મિક સ્થળ હોવાની સાથે-સાથે કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતું છે. અહીંની 1200 ફૂટ ઉંચી ટેકરી પરથી દેખાતું દૃશ્ય અદભૂત હોય છે.
પોલો ફોરેસ્ટ:
સાબરકાંઠા જિલ્લાનું પોલો ફોરેસ્ટ પણ એક દિવસના પ્રવાસ માટે ઉત્તમ વિકલ્પ છે. ચોમાસામાં આ જંગલની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ઉપરાંત, વિલ્સન હિલ, ધરમપુર અને દાદા હરિર સ્ટેપવેલ જેવા સ્થળો પણ ચોમાસામાં ફરવા માટે સુંદર વિકલ્પો છે.
Read More: