EPF bonus: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ દેશભરના નોકરિયાતો માટે એક મોટી ખુશખબરીની જાહેરાત કરી છે. કર્મચારીઓના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી EPFO, હવે પોતાના ગ્રાહકોને એક સુનિયોજિત નિવૃત્તિ બચત યોજના પૂરી પાડે છે. આ યોજના હેઠળ, કર્મચારીઓ નોકરી પછી પણ આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે.
EPFO ની મોટી ભેટ: 50 હજારનું બોનસ
EPFO ના નિયમો અનુસાર, જો કર્મચારી અમુક શરતો પૂરી કરે, તો તેમને EPFO તરફથી સીધા ૫૦,૦૦૦ રૂપિયાનું બોનસ મળી શકે છે. ઘણીવાર, કર્મચારીઓ આ નિયમોથી અજાણ હોવાને કારણે પોતાના ખાતાને લગતા લાભો મેળવવાથી વંચિત રહી જાય છે. ૫૦,૦૦૦ રૂપિયાનું બોનસ મેળવવા માટે EPFO ગ્રાહકોએ શું કરવું પડશે?
EPFO બોનસનો લાભ કેવી રીતે મેળવશો?
EPFO ના વિવિધ નિયમોમાંથી એક “લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ્સ” છે. આ હેઠળ, કર્મચારીને ૫૦ હજાર રૂપિયા સુધીનો સીધો લાભ મળી શકે છે, પરંતુ આ લાભ માત્ર EPFO દ્વારા જ આપવામાં આવે છે.
જ્યારે કોઈ કર્મચારી સતત ૨૦ વર્ષ સુધી પોતાના EPF ખાતામાં નિયમિત યોગદાન આપે છે, ત્યારે તેને આ યોજનાનો લાભ મળે છે. તેથી, બધા પીએફ ખાતાધારકોને સલાહ આપવામાં આવે છે કે નોકરી બદલ્યા પછી પણ એ જ EPF ખાતામાં યોગદાન ચાલુ રાખે.
Read More: Aadhar Card Personal Loan 2024: આધાર કાર્ડ પર મફત 20 હજારની લોન, જાણો કેવી રીતે
કયા કર્મચારીઓને મળશે ફાયદો?
EPFO ના લોયલ્ટી-કમ-લાઈફ-બેનિફિટ હેઠળ, જે ગ્રાહકોનો મૂળ પગાર ૫,૦૦૦ રૂપિયા સુધી છે, તેમને ૩૦,૦૦૦ રૂપિયાનો લાભ મળે છે. 5,001 થી 10,000 રૂપિયા સુધીના મૂળ પગાર ધરાવતા ગ્રાહકોને ૪૦,૦૦૦ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જો ગ્રાહકનો મૂળ પગાર 10,00 રૂપિયાથી વધારે છે, તો તેમને ૫૦,૦૦૦ રૂપિયાનો લાભ આપવામાં આવશે.
ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો
લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ મેળવવા માટે EPFO ગ્રાહકોએ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જો તેઓ ભવિષ્યમાં પોતાની નોકરી બદલે છે, તો તેઓએ એ જ ખાતા સાથે જોડાયેલા રહેવું જોઈએ. તેમણે પોતાના જુના અને નવા એમ્પ્લોયર બંનેને આ અંગે જાણ કરવી જોઈએ.
બધા જ ખાતાધારકોને સલાહ આપવામાં આવે છે કે કામ કરતી વખતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાંથી પૈસા ઉપાડવા ન જોઈએ, કારણ કે આનાથી તેમને ટેક્સ, પેન્શન લાભો, લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ્સ અને રિટાયરમેન્ટ ફંડમાં નુકસાન થઈ શકે છે.
Read More: ₹3 લાખની લોન માત્ર 5% વ્યાજે: પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ નજીક