Gujarat Government Education Schemes: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમલમાં મુકાયેલ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ યોજનાઓના માધ્યમથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને 37 હજારથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સહાયના હકદાર બન્યા છે.
નમો લક્ષ્મી યોજના | Namo Lakshmi Yojana
નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણ ચાલુ રાખવા માટે રૂ. 50,000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે. અત્યાર સુધીમાં 11,966 શાળાઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે અને 4,03,168 વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર ઠરી છે. ખાસ કરીને ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં નોંધણી થઈ છે.
નમો લક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી માટે અહિયાં ક્લિક કરો
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના | Namo Saraswati Yojana
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો ઉદ્દેશ ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ રૂ. 25,000ની સહાય આપવામાં આવે છે. લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ અને તેણે ધોરણ 10માં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. 924 વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે અને 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહાયના હકદાર બન્યા છે. આ યોજનામાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે.
Gujarat Government Education Schemes
આ બંને યોજનાઓ રાજ્ય સરકારની કન્યા કેળવણી અને વિજ્ઞાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ યોજનાઓથી રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સજ્જ કરવામાં મદદ મળશે તેવી આશા છે.
Read More: મિનિટોમાં લાઇસન્સ રિન્યુ, ઘરે બેઠા! આ ટ્રિક કોઈને નથી ખબર