PM Awas Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ વધુ 3 કરોડ નવા મકાનો બનાવવાનો મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આ યોજના હેઠળ 4.21 કરોડ મકાનોનું નિર્માણ થઈ ચૂક્યું છે. જો તમે હજી સુધી પોતાના ઘરનું સપનું પૂરું નથી કરી શક્યા, તો PMAY તમારા માટે સુવર્ણ તક લઈને આવી છે.
PM Awas Yojana (PMAY) | પ્રધાનમંત્રી આવાસ યોજના
PMAY એક ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે, જેનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો છે. આ યોજના હેઠળ, સરકાર લાભાર્થીઓને મકાન ખરીદવા અથવા બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
કોણ લાભ મેળવી શકે?: આ યોજનાનો લાભ ઓછી આવક જૂથ (LIG), જેમની વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ છે, મધ્યમ આવક જૂથ (MIG), જેમની વાર્ષિક આવક ₹6 લાખથી ₹18 લાખ છે, અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS), જેમની વાર્ષિક આવક ₹3 લાખ સુધી છે, તેમને મળવાપાત્ર છે.
PMAY હેઠળ લાભ મેળવવા માટે અરજદાર પાસે પોતાનું પાકું મકાન ન હોવું જોઈએ અને અગાઉ કોઈ પણ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
આ યોજનાના મુખ્ય લાભોમાં ઘર દીઠ ₹1 લાખ સુધીની સબસિડી, જે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, મકાન બાંધકામ માટે લોન પર વ્યાજ સબસિડી, અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આવાસની સુવિધાનો સમાવેશ થાય છે.
Read More: 10 હજારના ખર્ચે, 1 લાખની કમાણી, આ સ્ટાર્ટઅપ આઈડિયા તમારી જિંદગી બદલી નાખશે!
કેવી રીતે કરશો અરજી?
અરજી કરવા માટે, તમારે PMAY ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ‘Citizen Assessment’ વિભાગમાં તમારી આવક શ્રેણી પસંદ કરી, આધાર કાર્ડ નંબર દાખલ કરી, અને જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરીને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
તમે PMAY ની વેબસાઇટ પર ‘Search Beneficiary’ વિભાગમાં તમારો આધાર નંબર દાખલ કરીને યાદીમાં તમારું નામ શોધી શકો છો.
PMAY એ સસ્તું આવાસનું સપનું સાકાર કરવાની એક સુવર્ણ તક છે. આ યોજનાનો લાભ લઈને તમે પણ પોતાના ઘરના માલિક બની શકો છો.
વધુ માહિતી માટે, PMAY ની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લો.
Read More: