7th Pay Commission: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે અને તેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય સંસ્થાઓના કુલ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને મળશે.
કેન્દ્રના ધોરણે વધારો અને સાતમા પગાર પંચનો લાભ
આ વધારો સાતમા પગાર પંચના ધોરણે આપવામાં આવશે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થાના દર સાથે સુસંગત છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Read More:
- અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવ
- આજે સોનું કેટલું મોંઘું? છેલ્લા 10 દિવસના સોનાનાં ભાવ જાણો માત્ર એક જ ક્લિકમાં
એરિયર્સની ચુકવણી ત્રણ હપ્તામાં
જાન્યુઆરી 2024થી જૂન 2024 સુધીના છ મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. જુલાઈ 2024ના પગારમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની રકમ, ઓગસ્ટ 2024ના પગારમાં માર્ચ અને એપ્રિલ મહિનાની રકમ અને સપ્ટેમ્બર 2024ના પગારમાં મે અને જૂન મહિનાની રકમ ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર પર 1129.51 કરોડનો નાણાકીય બોજ
આ નિર્ણયથી રાજ્ય સરકાર પર કુલ 1129.51 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવશે, પરંતુ તેનાથી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીના વધતા દબાણનો સામનો કરવામાં મદદ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. તેમણે નાણાં વિભાગને આ નિર્ણયના અમલ માટે જરૂરી આદેશો જારી કરવાની સૂચના આપી છે. આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મોટી રાહત અને ખુશીના સમાચાર છે.
Read More: