Pani Na Tanka Sahay Yojana 2024-25: પાણીના ટાંકા બનાવવા સહાય યોજના, સરકાર આપશે લાખોની સહાય

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. પાણીના ટાંકા બનાવવા માટે સરકાર સહાય આપવા જઈ રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ટપક સિંચાઈને પ્રોત્સાહન આપવાનો અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાનો છે.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના | Pani Na Tanka Sahay Yojana 2024-25

આ યોજનાનું નામ “પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024” છે, જે ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે. યોજનામાં ખેડૂતોને 50% સહાય અથવા રૂ. 9.80 લાખ, બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. ટાંકાની પાણી સંગ્રહ ક્ષમતા 10,000 થી 50,000 લીટરની હોવી જરૂરી છે.

કોણ લાભ લઈ શકે?

યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે જમીન હોવી જોઈએ અને તે ખેડૂત હોવા જોઈએ.

Read More: ગુજરાતમાં વરસાદને લઈને મોટા અપડેટ્સ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી એક સાથે વાંચો 

કેવી રીતે અરજી કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે તમારે 18 જૂન 2024 થી 24 જૂન 2024 દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે જમીનનો માલિકી પુરાવો (7/12), આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અરજીની ચકાસણી બાદ, મંજૂર થયેલી અરજીઓની સહાય સીધી (DBT) દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

વધુ માહિતી માટે: આ યોજનાનો લાભ લેવાની આ અમૂલ્ય તક ચૂકશો નહીં. વધુ માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લો અથવા નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો.

Read More: Solar Panel: મોબાઈલના ભાવમાં સૌર પેનલ, 300 યુનિટ વીજળી મફતમાં!

Leave a Comment

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details